સંજય છેલ

મેં ‘ગણેશ પી. પંચાલ’ નામની ફાઇલ બંધ કરીને મારા ખાનામાં મૂકી કારણકે એ મારી ફાઇલ હતી. અરે, મારા ખાના પર પણ મારું નામ કોતર્યું છે. ઓફિસના ડાબા ખૂણા પર જમણે હાથે બીજું ટેબલ એટલે મારું, ગણેશ પંચાલનું ટેબલ! મારી ફાઈલો, મારી પેનો, મારા કાગળો કપડા પર મારા ચા પીધેલ કુંડાળાંની રંગોળી અને આ ટેબલ જ મારું પરસેવાનું સામ્રાજ્ય છે.
ગણેશ પી. પંચાલનું કેટલું સામાન્ય સાધરણ સામ્રાજ્ય.
અહીં જ હું રોજ નીકળું. અહીં જ બેસીને હું અંગ્રેજી છાપામાં મારું ભવિષ્ય વાંચું ને અહીં બેઠાં બેઠાં ચોપાટીની સામે આવેલી મારી કૉલેજના દિવસો વાગોળું. અહીં જ બેસીને મોટી ખુરશી પર ફેલાઈને બગાસું ખાઉં અને અહીં જ મારી માના મરી ગયાના કોલ પણ આવે. અહીં બેઠાં બેઠાં હું હાથને એકસરખી ગતિએ એકસરખી દિશામાં હલાવ્યા-ડુલાવ્યા કરું, રમાડ્યા કરું અને અહીં જ મારા હાથમાં મહિનાને અંતે મારા જ હાથે થયેલો ચેક મને જ આવે.
અત્યારે હું હાથ જોડીને બેઠો છું એનો મતલબ એમ નથી કે મારે કોઈ કામ નથી કે હાથ પર હાથ મૂકીને નવરો બેઠો છું.. પણ મારે તો હવે વાટ જોવાની છે કે ક્યારે કૅબિનમાંથી કોઈ હાથ લંબાવી બેલ દબાવીને મને બોલાવે. હું રાહ જોઉં છું કે ક્યારે મારી સાથે એમની વાત થાય. ક્યારે હું એમને મારી અરજ કરી શકું. શી વાત કરવી, કેવી રીતે વાત કરવી, એની રજેરજ તૈયારી મેં મનમાં કરી રાખી છે. મારે તો માત્ર અરજ કરી જોવાની છે, એક ‘અરજી’ આપીને.
સામે મૂકેલી ઘડિયાળ ધીમે ધીમે ઓફિસની ગતિએ આગળ વધી રહી છે. હું મારા ટેબલની ઉખડી ગયેલી સપાટી પર અડધા ઉખડેલા લાકડાના થર પર ધીમે ધીમે તબલાં વગાડું છું. મારી આંગળી પરની ‘જી’ – અંગ્રેજી અક્ષરની ધાતુની વીંટીમાંથી સરસ અવાજ આવવા માંડે છે. હું ‘ગણેશ પંચાલ’ ઓળખથી તાલ આપું છું. મારી અસ્વસ્થતા સમય વધતાં વધતી જાય છે અને મારા શર્ટના કોલર આડે રૂમાલ મૂક્યો છે. મારે એ શર્ટ હજી બે દિવસ સુધી પહેરવાનું છે.
…..હવે બેલ વગાડવામાં આવે છે અને મને અંદર કૅબિનમાં બોલાવવામાં આવે છે. હવે મારે મારી અરજી આપવાની છે. આજ સુધી મેં અનેક અરજી કરી જોઈ છે જિંદગીમાં. પણ દરેક વખતે અલગ જ કંપન હોય છે મારા શરીરમાં. મારા બાપુજીની સામે, ટ્યૂશન ટીચરની સામે, કૉલેજના પ્રિન્સિપાલની સામે, અનેક અનેક અધિકારીઓની સામે હું ઊભો રહ્યો છું. મને થાય છે કે હું તો શબ્દોની એક કાચી સડક છું. કોઈપણ પસાર થઈ જાય ને પછી એક ધુમાડાનો વંટોળ ઊભો થાય છે. દરેક વખતે સામેના માણસને જોઈને ઓશિયાળો થઈ ગયેલો હું મારી હથેળીઓ પર જોર કરતો રહું છું અને પછી થાકી-હારીને એને ભીંજવી દઉં છું. ક્યારેક પરસેવાથી તો ક્યારેક…
આ વખતે મેં કૅબિનનો સ્પ્રિંગ-જડિત આપોઆપ ઉઘાડ-બંધ થતો દરવાજો ધકેલ્યો, જાણે એનીય પરવાનગી ના લેવી પડતી હોય! સાહેબે બેધ્યાનપણે કાગળ પર ચિતરામણ શરૂ કર્યાં. મને ખબર છે કે રાધર અનુભવ છે કે સામેના માણસને વ્યગ્ર બનાવવાનો આ એક સફળ નુસખો છે. મેં સામે એટલે કે સાહેબના માથાની ઉપર દીવાલના કેન્દ્રમાં મૂકેલી કોઇ બાબ કે માંત્રિક–તાંત્રિકની છબી જોઈ. બાબના માથા પરના વાળ ગુરુત્વાકર્ષણથી વિરુદ્ધ વર્તતા હોય એમ ફેલાયેલા હતા. બાબની આંખો પર હઇકાલના હેંગઓવર જેવો ભાવ વંચાયો. એ છબીની નીચે લખેલ હું મનમાં બેવડાવીને વાંચું છું : સૌનો માલિક એક!
સાહેબે ચશ્માં ઠીકઠાક કરીને ધીમે ધીમે હસવા માંડ્યું. એમના અનેક દાંત વચ્ચે એક દાંત સોનાનો છે, એ મેં અનેકવાર નોંધ્યું છે. સાહેબ ધીમેથી ત્રાટક કરતાં પૂછે છે : ‘બોલો પંચાલ.’
હું કહું છું : સાહેબ, અરજી મોકલાવી’તી.
સાહેબ પૂછે છે : તેનું શું?
હું બબડું છું : તમે કંઈ વિચાર કર્યો?
સાહેબ કહે છે : સમય જ ક્યાં મળ્યો છે?
અને મને ઢીલી પડેલી લબડતી લટકતી ક્ષણના એક ટુકડામાં યાદ આવે છે કે વર્ષો પહેલાં મને પ્રોફેસરે એમની કૅબિનમાં આ જ રીતે આવા જ અવાજમાં કહેલું, ‘ભાઈ, સમયનો તકાદો છે!’
આ સાહેબ મને તાક્યા કરે છે અને હું સાહેબને જાણે ક્ષણો ત્રાજવામાં જોખાઈ રહી છે. મેં એમની અને મારી વચ્ચે ઊંચાઈનો એક ઢાળ અનુભવ્યો. હું ઊંચાઈના ઢાળ પરથી સરકતી નજર સાથે હોઠ હલાવું છું અને હિમ્મત કરી જોઉં છું : ‘એકાદ વાર જરા નજર ફેરવી જુઓ તો સારું.’
સાહેબ મોઢામાંનો પાનમસાલો મમળાવતાં બોલે છે : ‘જુઓ, પંચાલ! તમારે તમારી ફુરસદે કામ કરાવવું હોય તો ન થાય. યુ હેવ ટુ વેઈટ. મારે હજાર વાર વિચારવું પડે. એમ ને એમ કોઈ કામ માટે હું ‘હા’ પાડી ન શકું. આખરે મારી પણ આ હોદ્દાને લીધે થોડી જવાબદારી હોય છે ને!’
મેં મોઢું હલાવવાનો એક પ્રયત્ન આ વખતે પણ કરી જોયો છે. મારી અને સાહેબની વચ્ચે ઍર-કંડિશનની હવામાં અનેક આવરણો સર્જાય છે. શ્વાસમાં સુગંધી સ્પ્રેની લહર આવે છે ને છાતીમાં એક ભાર વર્તાય છે. સાહેબ ખુરશીમાં બેસીને ગોળ ગોળ હલ્યા કરે છે. હું ઉપરનીચે ઢોળાવ પર ચરણહીન અશ્વની જેમ ફંગોળાતો રહું છું. મારી નજરમાં માત્ર સામે ચમકતી ચશ્માંની ફ્રેમ છે અને એ ફ્રેમના બે ટુકડામાં સાહેબની બે આંખો નીચે ઢળી કંઈક વિચારે છે. ઢળેલી આંખોનો પણ એક રોફ હોય છે, બિલકુલ મારા બાપની આંખો જેવો. જ્યારે હું સિનેમા જોવા પૈસા માગતો ત્યારના પ્રતિભાવ જેવો!
હું થોડો ધ્રૂજતો પ્રતિક્ષા કરું છું અને એ મારા જવાની રાહ જુએ છે. એક માણસ ઊભો છે ને એક માણસ બેઠો છે પણ બંનેની આસપાસ એક જાળું બંધાય છે, જાણે અર્થહીન કરોળિયાનું જાળું! હું એ જાળામાં એની વધારેલી અધકચરી દાઢી સાથે ફસાઈ જાઉં છું. દીવાલ પર કમકમાના રેલા ઊતરે છે. ચામડીના સાતમા પડમાં કરુણ શરણાઈ જેવી શિરાઓ સળવળે છે ને પેટમાં ખાલીપાનાં ઝાંઝર વાગે છે. મારે ગળે શોષ પડે છે, જીભ સુકાય છે અને તોય હું સાહેબના ઉત્તરની રાહ જોયા કરું છું. મારી પીઠ પર ધીમે ધીમે પરસેવો ઊતરે છે અને હોઠ પર હજી ય સ્મિત!
મને ખયાલ છે કે સાહેબ મારી અરજી વિશે નહીં બોલે ત્યાં સુધી મારે બહાર જવું નહીં અને સાહેબ પણ સારી રીતે જાણે છે કે હું એમ ને એમ ખસીશ નહીં તોય સાહેબ ટેબલ પર પેપરવેઈટ ફેરવ્યા કરે છે. હું ઊભો ઊભો કેલેન્ડરમાંથી તાકતી સુંદરીને જોયા કરું છું. જાળાના તાણાવાણા મજબૂત થાય છે, મારી વધી ગયેલી ધીરજની જેમ. આખીય કૅબિન, રિવોલ્વિગ ચેર, ઈન્ટરકોમ, કાગળિયાં બધું ગૂંથાઈ જાય છે.
હું એ જાળામાં સ્થિતપ્રજ્ઞની જેમ ઝૂલતો રહીને એક માણસના માણસ પરના પ્રભાવને વાંચ્યે રાખું છું. હું મારી અંદરની કમજોરીને કાચી કેરીની જેમ ડરતાં ડરતાં ચાખ્યા કરું છું. સાહેબનું મસાલો ચગળવાનું અને મારું છાનું હાંફવાનું અકારણ ચાલ્યા જ કરે છે, એક જુગલબંધીની જેમ! હું ક્રોસ ખભે ઉપાડીને રેતીની ટેકરી પર ઢસડાયા કરું છું ને દૂર એક સૂરજ ઝગારા મારે છે, સવાપાંચ વાગવાની ઘંટડીનો!
આખરે સાહેબ બોલે છે : ‘એ ભલે પંચાલ, આપણે કાલે જોઈશું, મારે પણ સહેજ વિચારવાનું તો ખરુંને? પણ હું મારાથી બનતો પ્રયત્ન કરીશ. યુ કેન ગો નાવ.’
હું અંધારી ગુફામાંથી વછૂટેલા કેદીની જેમ બ્રીફકેસ લઈ પાંચ અઠ્ઠાવનની ફાસ્ટ લોકલ ટ્રેનમાં બારી પાસે જગ્યા મેળવવા કૂદકો મારું છું. હું ભૂલથી ભજનિકોના રોજિંદા ડબ્બામાં આવી ગયો છું એનો મને ખયાલ બહુ મોડેથી આવે છે. કોઈ મંજીરા, તો કોઈ ખંજરી લઈને જોરશોરથી ભજન ગાય છે. નિયમિત આ જ ડબ્બામાં આ જ સમયે પ્રવાસ કરતા પ્રવાસીઓનો આ ફેવરિટ ટાઇમપાસ છે : ભજન. ઍક્સિડન્ટમાં હાથ કપાઈ જાય પણ એકાદ નસ પર બાવડું લબડી રહે એમ આ થાકેલા લોકોના સ્વર અને શ્રદ્ધા હજુય ટકી રહ્યાં છે! એક યાત્રી ખેંચાતા સ્વરમાં ગાવા માંડે છે. હું ધ્યાન આપીને સાંભળી રહું છું. બારીની બહાર સહેજ ગંધાતી ખાડી પર ચમકતાં સાંજનાં કિરણો તરફ હાથ તાકીને અને કાન પર બીજો હાથ મૂકી એક યાત્રી ઈશ્વરને લલકારે છે.
હું હવે ઊતરીને ઝડપભેર ઘેર આવું છું. સાંજે નળમાંથી પાણી આવતું બંધ થાય એ પહેલાં પહોંચી જઈને નહાવાની લ્હાયમાં ને લ્હાયમાં પરસેવે રેબઝેબ થઈ જાઉં છું. ઘેર પહોંચી સોફાની સીવેલી ધાર પર બેસું છું. મારી નજર પડે છે મારી વાઈફ વૈશાખીના જૂના ગાઉન પર. મારે વૈશાખી માટે નવો ગાઉન ખરીદવાનો છે – એ ફરીથી યાદ આવે છે. વૈશાખી ચાનો અડધો ગ્લાસ આપતાં અચકાઈને કહે છે. ‘આ અભિ તમારી ક્યારનીય તમારી રાહ જુએ છે.’
હું એની સામે જોઉં છું.
મારા દીકરા અભિએ કધોણાં ટી-શર્ટ-ચડ્ડી પહેર્યાં છે. ગોઠણ પર ગૂમડા પર લાલ દવાના ડાઘા છે. અભિ હાથથી બોલ ઉછાળ્યા કરે છે અને એમ જ પગ વાળીને ખૂણામાં સંકોરાઈને બેઠો છે. એના વતી વૈશાખી ફરી અચકાઈને પૂછે છે! ‘અભિ, ક્યારનો કહેતો’તો કે સ્કૂલના બધા ચાર દિવસ હાઈકિંગ પર જાય છે, તો એનેય જવું છે… તો…’
હવે હું ઉદાસીનતાથી અભિ સામે જોઉં છું. એ એક તૂટેલા દાંત સાથે મારી સામે આજીજી ભરી આંખે ધીમેથી મલકે છે. હું કંઈ જવાબ આપતો નથી. વાત ટાળવા હવે હું પાછો વૈશાખીના જૂના ગાઉન તરફ જોઉં છું પણ ગાઉન સાથેની વિચારોની પરંપરા તૂટતી નથી.
અભિ ઉર્ફ અભિજિત ઊભો થઈને મારી નજીક આવે છે. એ કંઈક કહેશે એમ હું માની બેસું છું પણ એ તો બારીની બહાર જોયા કરે છે. મારી અને એની વચ્ચે ફરી આંખોથી પુલ બંધાય છે. એ માથું ઢાળીને રાહ જુએ છે, હું એને અને બારી બહારના મકાનને તાક્યા કરું છું, અકારણ.
અહીં ફરી એક મૌનનું જાળું બને છે અને હું ગૂંચવાઉં છું. હું એને ‘હા’ પાડું છું. એ મલકીને વૈશાખીના ગાઉનમાં હાથ લૂછીને ભાગી જાય છે. વૈશાખીના મોં પર મેં ‘હા’ પાડી એનો સંતોષ ભરાઈ આવે છે.
જાળૂં અહીં પણ હજૂ પણ યથાવત્ છે. મૌનનું જાળું. અનામ અશબ્દ, નિશબ્દ જાળું.
…..એટલામાં મારા ફ્લેટના અધખુલ્લા બારણામાંથી મારી ‘ગણેશ પી. પંચાલ‘ની નેઈમ-પ્લેટને વીંધીને પાડોશીને ત્યાં વાગી રહેલ મ્યુઝિકની ડ્રમબીટ્સ ધસી આવે છે, અને એ તોડી નાખે છે ઘરમાં બાઝેલા જાળાને અને હું અનુત્તર બનીને બારીની બહાર બાળકોની રમત જોઈ રહું છું :
પ્રશ્ન અને ઉત્તરના જાળાંની આરપાર!
…………………………………………………………………………………………………………………………………..
* * * * * *अनुवाद * * * * * *
जाल
संजय छेल
मैंने ‘गणेश पी पंचाल’ नाम की फाइल बंद करके ऑफिस के ड्रॉवर में रख दी, क्योंकि वह ‘मेरी फ़ाइल’ थी. मेरे घर पर भी ‘मेरा नाम’ लिखा हुआ है. ऑफिस के बायें कोने पर दाहिने हाथ से दूसरा टेबल मेरा यानी सिर्फ गणेश पी.पंचाल का ही है.
मेरी फाइलें, मेरा पेन, मेरे कागज़, चाय के कप से बना हुआ डिज़ाइन सब कुछ मेरा है. केवल मेरा. गणेश पी.पंचाल का. यहां तक की शर्ट की कॉलर के पीछे मैंने एक रुमाल रखा है, ताकि शर्ट गंदा ना हो और मैं अगले दो दिन पहन सकूं, उस रुमाल पर भी गणेश पी. पंचाल– नाम की एम्ब्रॉयडरी करवाई है!
यहीं मैं हमेशा आता हूं, बैठता हूं, काम करता हूं और यहीं से ही मैं हमेशा निकल जाता हूं. यहीं बैठकर मैं अंग्रेज़ी अख़बार में अपना भविष्य पढ़ता हूं. यहीं बैठ-बैठे,चौपाटी पर बिताए हुए अपने कॉलेज के मस्ती वाले दिनों की मानो जुगाली करता हूँ. यहीं बड़ी कुर्सी पर पांव फैलाकर जम्हाई लेता हूं. इसी जगह मेरी मां की मृत्यु का समाचार मुझे मिला था. यहीं बैठे-बैठे मैं अपने हाथ को एकसमान गति से एक ही दिशा में हिलाता-डुलाता रहता हूं और यहीं पर मेरे ही हाथ से ‘मेरे ही नाम’ का चेक महीने की आख़िरी तारीख़ को मुझे मिलता है!
और यह टेबल ही है, मेरे पसीने का साम्राज्य.
गणेश पी. पंचाल के कितने सामान्य से साम्राज्य.
फ़िलहाल, मैं दोनों हाथ जोड़े बैठा हूं, इसका मतलब यह नहीं कि मैं हाथ पर हाथ धरे बैठा हूं, मेरे पास कुछ काम नहीं है. पर मैं तो अभी राह देख रहा हूं कि कब कोई केबिन में हाथ बढ़ाकर बेल बजाए और मुझे बुलाए. मैं राह देख रहा हूं कि उनसे मेरी बात कब होगी. कब मैं उनसे प्रार्थना कर पाऊंगा. क्या बात करनी है, कैसे बात करनी है, इसकी पूरी तैयारी मैंने मन में कर रखी है. अब सिर्फ बिनती करनी है, एक अर्ज़ी दे कर.
सामने दीवार लटकती घड़ी भी ऑफिस की ही गति से धीरे-धीरे आगे बढ़ रही है. 9 से 5 हर दिन, युगों-युगों से. मैं लकड़ी के टेबल की आधी उखड़ी हुई सतह को तबले की तरह बजा रहा हूं. मेरी उंगली पर पहनी हुई अंग्रेज़ी अक्षर ‘जी’–वाली धातु की अंगूठी टेबल पर बजती है, तो अच्छी झंकार निकलती है. पर फिर भी मेरी बेचैनी समय बीतने पर बढ़ती जाती है. समय बीतने से बेचैनी बढ़ती है या बेचैनी से समय रुक जाता है.
और फिर अचानक बेल बजती है और मुझे केबिन से बुलावा आता है. अब मुझे मेरी प्यार से अर्ज़ी देनी है, बस. वैसे तो आज तक मैंने अपनी ज़िंदगी में अनेक अर्ज़ियाँ दी हैं, मगर हर बार अलग ही कंपन महसूस होता है मेरे तन में. मेरे पिता के सामने, ट्यूशन टीचर के सामने, कॉलेज के प्रिंसिपल के सामने, कई अधिकारियों के सामने मैं जब-जब खड़ा रहा हूं और तो मुझे लगता था कि मैं शब्दों की कच्ची सड़क हूं और कोई भी उसके ऊपर से गुज़र जाता है, और फिर हवा में एक ग़ुबार-सा फैल जाता है. हर बार सामने वाले इंसान को देखकर मैं बेबस-सा होकर रह जाता हूं. अपनी हथेलियों को जोरों से मसलता हूं और थक-हार कर उन्हें भिगो देता हूं.
कभी पसीने से, तो कभी…समझ गये ना? जीवन में किसी तरह छूटकारा तो चाहिये ना?
इस बार मैंने केबिन के अपने आप खुलने और बंद होने वाले स्प्रिंग लगे दरवाज़े को ऐसे धक्का दिया मानो उसकी भी इजाज़त लेना ज़रूरी ना हो! साहब ने अनजान बनकर कागज़ पर कुछ लिखना शुरू किया. मैं जानता हूं या फिर यूं कहिए कि मेरा अनुभव है कि सामने वाले इंसान को बेचैन कर देने का यह एक आक्रामक लेकिन अहिंसक तरीक़ा है. मैंने सामने, मतलब कि साहब के सिर के ऊपर दीवार के केंद्र में रखी हुई किसी बाबा या तांत्रिक की तस्वीर देखी. बाबा के सिर के उनके बाल, गुरुत्वाकर्षण के विपरीत जाकर ऊपर की ओर फैल गए थे. मानों उड़ रहे थे! बाबा की आँखों में कल रात का हैंग–ओवर जैसा भाव टपकता जा रहा था. उस तस्वीर के नीचे लिखी पंक्ति मैंने दो बार पढ़ लीः ‘सबका मालिक एक’.
साहब चश्मा ठीक करते हुए धीरे से हंसे. उनके दांतों में एक दांत सोने का है. जिसे मैंने कई बार देखा है. साहब टकटकी लगाकर देर तक मुझे देखते रहे. फिर धीरे से पूछा, “बोलो पंचाल?”
मैं कहता हूं: “साहब, वो अर्ज़ी भेजी थी.”
साहब कहते हैं: – “हूं… तो उसका क्या?”
मैं बड़बड़ाता हूं: “आपने उसके बारे में कुछ सोचा?”
साहब कहते हैं: “वक़्त ही कहां मिलता है?”
और वक़्त शब्द सुनकर मुझे उस रुके हुए शिथिल मदिर पल में याद आता है कि कई साल पहले मुझे एक प्रोफेसर ने उनकी कैबिन में इसी तरह, ऐसी ही आवाज़ में कहा था, “भाई, वक़्त का तक़ाजा है.”
मैंने अर्ज़ी की दूसरी कॉपी सामने रख दी. साहब, मुझे ताक़ते रहते हैं और मैं साहब को. मानो क्षणों को तराजू में तोला जा रहा है. मैंने अपने और उनके बीच ऊंचाई की एक ढलान महसूस की. ऊंचाई की ढलान से नज़र सरकाते हुए मैंने होंठ हिलाए और हिम्मत जुटाते कहा, “एकाध बार जरा नज़र डाल लेते, तो अच्छा होता.”
साहब मुंह में पान मसाला चबाते हुए कहते हैं, “देखो पंचाल, तुम्हें अपने वक्त पर अपना काम करवाना है, तो वो तो नहीं हो पाएगा. यू हैव टु वेट. मुझे हज़ार बार सोचना पड़ता है. ऐसे ही मैं किसी काम के लिए ‘हां’ नहीं कह सकता. मेरी भी ज़िम्मेदारियां हैं, पद की मर्यादा है!”
मैंने मुंह हिलाने की कोशिश इस बार भी की, पर बोल नहीं पाया. मेरे और साहब के बीच एयरकंडीशन की हवा में कई परतें बनती जा रही थीं. सांसों में ख़ुशबूदार स्प्रे की लहरें आ रही हैं और सीने पर बोझ महसूस हो रहा है. साहब कुर्सी में बैठकर गोल-गोल घूम रहे हैं. ऐसा लगा कि मैं ढलान पर मानो किसी बिना पांव के घोड़े की तरह लुढ़क रहा हूं।. मेरी निग़ाहों में अब सिर्फ सामने चमकती हुए चश्मे की फ्रेम है और उस फ्रेम के दो टुकड़ों में साहब की दो ढली हुई पलकें कुछ सोच रही हैं.
झुकी हुई आंखों का भी एक ख़ौफ होता है, मेरे बाप की आंखों की तरह.
जब मैं सिनेमा देखने के लिए पैसे मांगता, तब उनका आंखों का जो प्रतिभाव होता, वैसा कुछ. मैं थोड़ा कांपते हुए उनके जवाब का इंतज़ार करता हूं और वो मेरे जाने का.
एक आदमी बैठा है और एक आदमी खड़ा है.
दोनों के आस-पास मानो जैसे कोई मकड़ी का जाल बन गया है. मैं उस जाल में बॉस की हलकी बढ़ी हुई दाढ़ी में फंस जाता हूँ. भीतर कंपकंपी के रेले बहने लगते हैं. चमड़ी की सातवीं परत के भीतर करुण शहनाई की तरह शिराएं धड़कने लगती हैं और पेट में खालीपन के झांझर बजने लगते हैं. मेरा गला सूख रहा है, ज़ुबान सूखने लगती है. फिर भी मैं साहब के जवाब की प्रतीक्षा में हूं. मेरी पीठ पर आहिस्ता-आहिस्ता पसीना बह रहा है, लेकिन होंठों पर अब भी एक हल्की मुस्कुराहट है.
मैं जानता हूं कि साहब मेरी अर्ज़ी के बारे में जब तक कुछ नहीं बोलते हैं, मुझे बाहर नहीं जाना और साहब भी जानते हैं कि मैं ऐसे ही जाने वाला नहीं हूं. फिर भी वो टेबल पर पेपरवेट घुमा रहे हैं. मैं खड़ा-खड़ा कैलेंडर में से मुझे देख रही सुंदरी को निहारता रहता हूँ.
जाल के ताने-बाने मजबूत होते जाते हैं. धीरे-धीरे मैं, बॉस, उनकी रिवॉल्विंग चेयर, इंटरकॉम, कागज़, पूरा का पूरा केबिन,- सब कुछ उस जाल में उलझ जाता है.
मैं उस जाल में झूलते हुए, स्थितप्रज्ञ की तरह,एक इंसान को दूसरे इंसान पर हावी होते हुए देख रहा हूं. जैसे कि मैं कंधे पर सलीब उठाकर रेत के ढेर पर मुश्किल से चढ़ रहा हूं और दूर सूरज चमक रहा है-5 बजे के गजर का.
आख़िरकार,साहब कहते हैं, “ठीक है पंचाल, कल आओ. सोचता हूं.यू कैन गो नाउ.”
मैं अंधेरी गुफा से निकले हुए क़ैदी की तरह ब्रीफकेस लेकर 5.58 की फास्ट लोकल ट्रेन में खिड़की के पास जगह पाने के लिए छलांग लगाता हूं. बहुत देर बाद मुझे ख़याल आता है कि मैं ग़लती से भजन मंडली वाले डिब्बे में आ गया हूं. कोई मंजीरा, तो कोई खंजरी लेकर जोर-शोर से भजन गा रहा है. हमेशा इसी डिब्बे में इसी समय पर यात्रा करने वाले यात्रियों का फेवरिट टाइम पास है ये भजन. ऐक्सिडेंट में हाथ कट जाने के बाद एकाध नस पर लटकते बाजू की तरह इन थके हुए लोगों के स्वर और श्रद्धा अब भी टिके हुए हैं. उन में से एक यात्री ऊंचे, फटे स्वर में गाने लगता है. मैं ध्यान देकर सुनता हूँ. खिड़की के बाहर बदबूवाली खाड़ी पर चमक रही सूरज की किरणों की ओर हाथ फैलाकर और एक कान पर दूसरा हाथ रखकर वह यात्री ईश्वर को पुकार रहा है.
अब मैं ट्रेन से उतरकर तेजी से घर आता हूं. शाम को नल में पानी आना बंद हो जाए, इससे पहले घर पहुंचकर नहा लेने की फिराक़ में पसीने से लथपथ हो जाता हूं. घर पहुंचकर सोफे के सिले हुए छोर पर बैठता हूं. मेरी नज़र मेरी वाइफ वैशाखी के पुराने गाउन पर पड़ती है. मुझे याद आता है कि मुझे वैशाखी के लिए नया गाउन भी तो खरीदना है. तभी वैशाखी चाय का आधा गिलास देकर हिचकिचाते हुए कहती है, “अभि, बेचारा कब से तुम्हारा इंतज़ार कर रहा है.”
मैं अपने बेटे, अभि को देखता हूँ; उसने किसी क़ैदी की तरह पुरानी–सी टी-शर्ट पहनी है. उसके घुटनों के फफोले पर लाल रंग की दवाई के दाग हैं. एक कोने में पैर सिकोड़कर बैठा अभि हाथ से बॉल उछालकर खेल रहा है.
‘पापा… वो… मुझे…‘ अभि ज़्यादा बोल नहीं पाता, नज़रें झुका लेता है.
अभि की ओर से वैशाखी जैसे पैरवी करती हो वैसे हिचकिचाते हु ए कहती है,”अभि कब से कह रहा है कि स्कूल से सब चार दिन के लिए ट्रेकिंग पर जा रहे हैं,तो उसे भी जाना है, तो…”
मैं उदासी से अभि को देखता हूं. वह एक टूटे हुए दांत के साथ याचना से भरी आँखों से मुझे देखकर मुस्कुराता है.
मैं कोई जवाब नहीं देता. बात टालने के लिए मैं फिर से वैशाखी के पुराने गाउन की ओर देखता हूं, मगर मेरे विचारों की श्रृंखला टूटती नहीं है.
अभि उर्फ अभिजीत खड़ा होकर मेरे पास आता है. मुझे लगता है कि वह कुछ कहेगा, लेकिन वह खिड़की के बाहर देखने लगता है. मेरे और उसके बीच फिर से आँखों का सेतु बनता है. वह सिर झुका लेता है और मेरी एक ‘हां’ का इंतज़ार करने लगता है. मैं उसकी नज़र पर नज़र डालकर नज़र फेर लेता हूँ और खिड़की के बाहर के एक मकान को ताकने लगता हूं, बेवजह.
अभि सांस थामकर मेरे जवाब के लिए मुझे ताक रहा है. मैं चुप हूं.
यहां फिर से मौन का जाल बन जाता है और मैं उलझ जाता हूं.मैं,अभि, मेरी पत्नी, घर का सारा सामान, फ़र्नीचर, सब कुछ उस जाल में उलझ जाता है.
बिल्कुल उसी तरह जैसे कुछ समय पहले अभि की जगह मैं अपने बॉस के सामने ख़ामोश खड़ा था.
उस निःशब्द जाल में. मुझे उस जाल से निकलना है, अभि को भी निकालना है.
कुछ पल बाद मैं अभि के सामने देखे बिना ‘हां’ कह देता हूँ. वह मुस्कुराकर वैशाखी के गाउन से हाथ पोंछकर भाग जाता है. वैशाखी के अकाल मुरझाए हुए चेहरे पर महीन संतोष की रेखाएं उभर आती हैं.
जाल अब भी यथावत है, मौन का जाल, अनाम अशब्द, नि:शब्द जाल.
उतने में पड़ोसी के घर से म्यूजिक की ड्रमबीट्स ,मेरे घर के अधखुले दरवाज़े से मेरी नेम प्लेट को भेदकर अंदर चली आती है और घर में फैले हुए जाल को तोड़ देती है और मैं अनुत्तर होकर, बाहर खेलते बच्चों का खेल खिड़की से देखने लगता हूं.
सवाल और जवाब के मकड़ी के जाल से उस पार.
*******
संजय छेल:
मुंबई स्थित हिंदी फिल्म लेखक– निर्देशक: रंगीला, येस बॉस, दौड, फिर भी दिल है हिंदुस्तानी, हेलो (नेशनल अवॉर्ड –श्रेष्ठ बालचित्र), पार्टनर, दिल तो बच्चा है जी, इंदु सरकार… जैसी ३० फिल्में, १५ टी.वी. सीरियल्स, और 2 वेब–सीरिज़ लेखक–गीतकार. ख़ूबसूरत (१९९९) और अन्य ४ फिल्मों के निर्देशक. हाल में हिंदी कहानी–संग्रह ’सपनों के साइड इफेक्टस’ प्रकाशित. गुजराती में १४ किताबें प्रकाशित जिन में शरद जोशी की व्यंग्य–रचनाओं के २ गुजराती अनुवादित पुस्तकें. पोस्टर’ गुजराती कहानी–संग्रह और निबंध–संग्रह ‘गमता चेहरा‘२०२३ में गुजराती साहित्य अकादमी (महाराष्ट्र) द्वारा प्रथम पारितोषिक से सम्मानित.
ईमेल: sanjaychhel@gmail.com

